Published by : Rana Kajal
ઉપ રાજ્યપાલ પદે હોવાથી કાયૅવાહી સ્થગિત કરવા અરજી કરી હતી…દિલ્હીના ઉપ રાજ્યપાલ સક્સેના પોતે ઉપ રાજ્યપાલ હોવાનાં પગલે કોર્ટે કાયૅવાહી સ્થગિત રાખવા માંગ કરતી અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ અંગે વિગતે જોતા ગાંધી આશ્રમ ખાતે નર્મદા બચાવોના કાર્યક્રમ અંગે આવેલા મેધા પાટકર પર હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે મેધા પાટકરે પોતાનો જવાબ આપ્યો હતો. જ્યારે દિલ્હીના ઉપ રાજ્યપાલ વી. કે. સક્સેનાએ પોતે ઉપ રાજ્યપાલ હોવાથી ઉપ રાજ્યપાલ પદે હોય ત્યાં સુઘી કોર્ટે કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરતી અરજી કરી હતી. પરંતુ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પી. એમ. ગોસ્વામીએ અરજી ફગાવી દીધી હતી.