Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateમોંઘવારીનો માર….LPG 50 તો કોમર્શિયલ સિલિન્ડર 350 રુપિયા મોંઘા થયા….

મોંઘવારીનો માર….LPG 50 તો કોમર્શિયલ સિલિન્ડર 350 રુપિયા મોંઘા થયા….

Published by : Vanshika Gor

હોળી પહેલા સામાન્ય માણસ મોંઘવારીનો ભોગ બન્યો છે. ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ અને ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ગેસના નવા દરો બુધવારથી લાગુ થઈ ગયા છે. ઘરેલું અને કોમર્શિયલ બંનેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું ગેસ 50 રૂપિયા મોંઘો થયો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડર 350 રૂપિયા મોંઘો થયો છે.

1 માર્ચથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 2119.50 રૂપિયા થશે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હશે.

8 મહિના પછી ગેસના ભાવમાં વધારો થયો
જુલાઈથી ગેસના ભાવ સ્થિર હતા. છેલ્લી વખત 6 જુલાઈના રોજ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગેસ કંપનીઓએ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે સ્થાનિક એલપીજીની કિંમત 1053 રૂપિયા થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!