Published by : Rana Kajal
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સ્પીકર નેન્સી પેલોસીના પતિ પર જાનલેવા હુમલો થયો હોવાના અહેવાલ છે. મળતા સમાચાર અનુસાર, હમલાવરે તેમના ઘરમાં ઘુસીને તોડફોડ અને તેમના પતી સાથે મારામારી કરી હતી. નેન્સી પેલોસીની ઓફિસ દ્વારા આપેલી માહિતી અનુસાર, સાન ફ્રાન્સિસ્કોમાં ઘરની તોડફોડ કર્યા પછી હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર કસ્ટડીમાં છે અને હુમલાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. નેન્સી પેલોસીના પતિને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. નેન્સીના પતિને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને જલ્દી સાજા થઈ જવાની ઉમ્મીદ છે.
ઓફિસ દ્વારા આપેલી માહિતી અનુસાર, હુમલો થયો ત્યારે નેન્સી તેના નિવાસ સ્થાને હાજર નહોંતા. નેન્સી પેલોસીના પ્રવક્તાએ માહિતી આપી છે કે, હુમલા સમયે નેન્સી વોશિંગ્ટનમાં હતા. હુમલાનું કારણ સ્પષ્ટ નથી.