સુરતના એક યુવકે પોતાના લગ્નનની કંકોત્રીમાં ભગવાનની સાથે સ્વતંત્ર ભારતના લડવૈયાઓને સ્થાન આપ્યું છે. તે ઉપરાંત કરણ ચાવડાએ કંકોત્રીના પ્રથમ પાને 75માં આઝાદી અમૃત મહોત્સવની છબી પણ છપાવી છે.લગ્નની સિઝન ચાલી રહી હોય ત્યારે લોકો કંકોત્રી છપાવતા હોય છે. તેમાં સામાન્ય રીતે કંકોત્રીમાં ભગવાન અને પરિવારોના નામ હોય છે. પરંતુ સુરતના કિરણ ચાવડા નામના યુવક જેમનું લગ્ન 8 તારીખે છે. ત્યારે તેમણે પોતાની એક અનોખી કંકોત્રી છપાવી છે.
આ કંકોત્રીમાં ભગવાનની સાથે સ્વતંત્ર ભારતના લડવૈયા એવા સરદાર વલ્લભભાઈ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહની ઝલક જોવા મળી રહી છે.સામાન્ય રીતે કંકોત્રીના પ્રથમ પાને ઈશ્વરનું નામ હોય છે.આપણા દેશના સ્વતંત્ર માટે લડનાર મહાન ક્રાંતિકારીઓ પણ આપણા માટે ભગવાન છે.

આ બાબતે કિરણ ચાવડા જણાવ્યું કે, હું તમને ગર્વની સાથે કહી રહ્યો છું કે, આઝાદીના 75માં વર્ષે એટલે કે આઝાદીના અમૃત મહોત્સવ આખા દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. આપણે ત્રણ ચાર મહિના પહેલા જોયું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તો મારો વિચાર હતો કે, આપણે વ્યક્તિગત રીતે પણ આઝાદી તો અમૃત મહોત્સવની ઉજવણી કરી શકીએ છીએ. તો સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ તથા નવ યુવાનોના આદર્શ ક્રાંતિકારી ભગતસિંહને મે મારા કંકોત્રીમાં સ્થાન આપ્યું છે. દેવી-દેવતાઓને પણ સ્થાન આપ્યુ છે.
કંકોત્રીમાં સ્વતંત્ર ભારતના લડવૈયાઓને સ્થાન આપવા પાછળનું કારણ
વધુમાં જણાવ્યું કે, કંકોત્રીમાં સ્વતંત્રય ભારતના લડવૈયાઓને સ્થાન આપવા પાછળનું કારણ કે આજની યુવાપેઢી અને સ્વતંત્ર્ય ભારતના લડવૈયા વચ્ચે આજે ખુબ જ મોટો ફાંસલો છે. તો મેં વિચાર્યું કે હું મારા યુવા મિત્રોને કંકોત્રી આપીશ તો રાજ્યમાં હજારો લોકોને આ કંકોત્રી ગઈ છે. દરેક લોકો આ કંકોત્રી જોશે. આ લોકોના કારણે જ આપણને આગળ લઈને જશે. મારા લગ્ન સ્વતંત્ર ભારતમાં થઈ રહ્યા છે. તો મારું માનવું છે કે, આવા ક્રાંતિકારીઓને કારણે જ આજે અમે આવા દિવસો જોઈ રહ્યા છીએ.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત )