Published by : Vanshika Gor
ગુજરાતમાં એક બાદ એક સરકારી ભરતીની પરીક્ષાઓ વિવાદમાં આવતી જાય છે. અત્યાર સુધી લેવાયેલી ઘણી બધી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી. આ ઘટનાઓમાં પેપર ફોડનાર અથવા ગેરરીતિ આચરીને પેપર ખરીદીને પરીક્ષા આપનાર અંગે સરકારનું ધ્યાન દોરના યુવા નેતા યુવરાજસિંહની મુશ્કેલીઓમાં વધારે થયો છે. યુવરાજસિંહને ભાવનગર ડમીકાંડમાં પોલીસનું તેડું આવ્યું છે. સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવશે. તેથી આજ સાંજ સુધીમાં યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહેવું પડશે. સમગ્ર મામલે યુવરાજસિંહને ભાવનગર પોલીસ દ્વારા સમન્સ આપવામાં આવ્યું છે. જો યુવરાજસિંહ સમન્સનો જવાબ આપવા નિશ્ચિત સમય અવધીમાં હાજર ન થાય તો તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થઈ શકે છે.
ઉલ્લેખનીય છેકે, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ભાવનગરના ડમી કાંડમાં તપાસનો રેલો સતત આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જો કે મોટાભાગનાં આરોપીઓ હજુ પણ પોલીસની પહોંચની બહાર છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પોલીસે ડમીકાંડ મામલે યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. યુવરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક વ્યક્તિઓના નામ લીધા હતા અને નાણાકીય વ્યવહાર અંગે ખુલાસા કરવા માટે પોલીસે સમન્સ પાઠવ્યું છે.ભાવનગરના ડમી ઉમેદવાર કાંડમાં પકડાયેલા આરોપીઓનો આંકડો છ સુધી પહોંચ્યો છે. જો કે ફરિયાદ કુલ 32 આરોપી સામે નોંધાઈ છે.