Published by : Anu Shukla
સાધ્વી બનેલ રશિયાની યુવતીએ શરીરના સાત ચક્રો પર સંશોધન કર્યું હતું અને યોગ ક્ષેત્રે નિપૂણતા મેળવ્યા બાદ, તેણીએ યુએસએમાંથી યોગ શિક્ષકના પ્રમાણપત્ર મેળવ્યા હતા.
જુનાગઢનો ગરવો ગિરનાર નવનાથ અને 84 સિધ્ધોના સ્થાનક છે. ગિરનારની તળેટીમાં પૌરાણિક ભવનાથ મહાદેવનું મંદિર છે. ભવનાથ મહાદેવ ભારતભરના સાધુ સમાજના આરાધ્ય દેવ છે તેથી દરેક સંપ્રદાયના સાધુઓ વર્ષમાં એક વાર તો ભવનાથ મહાદેવને શિશ નમાવવા આવે જ છે. જો કે આ વર્ષના મેળામાં અહીં રશિયન સાઘ્વીએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. કારણકે આ રશિયન સાધ્વીને હિન્દુ સનાતન ધર્મનો રંગ લાગ્યો છે.
18 વર્ષની વયે જ અધ્યાત્મની સફરે
દર વર્ષે શિવરાત્રી પહેલા જ દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શને ઉમટી પડ્યા છે. ગત વર્ષે રશીયામાં રહેતી એક યુવતી 18 વર્ષની વયે રશિયામાંથી નીકળી ગઈ હતી. આ યુવતીએ શરીરના સાત ચક્રો પર સંશોધન કર્યંર હતું અને યોગમાં તેઓએ યુએસએમાંથી યોગ શિક્ષકના પ્રમાણપત્ર મેળવ્યા હતા. તેઓએ ભારત આવ્યા હતા. તેઓ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પ્રભાવિત થઈને આવાહન અખાડાના સાધ્વી બની જઈને પોતાનું નવું નામ અન્નપૂર્ણાગીરી નામ ધારણ કર્યું હતું.
ભજન, ભોજન, ભક્તિ અને ભાવિકોના સંગમ એવા મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ 15 ફેબ્રુઆરીથી થયો છે. આ મેળો 18 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે. ત્યારે મૂળ રશિયાના સાધ્વી ભવનાથના મેળામાં આવી પહોચ્યા છે. તેઓએ ભવનાથની પાવન ભૂમિને અધ્યાત્મ ભૂમિ ગણાવી અને સનાતન ધર્મના મહત્વ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રશિયન સાધ્વી અન્નપૂર્ણા ગૌરીએ હિન્દુ સનાતન ધર્મના ગુણગાન ગાય છે.
રોમથી આવેલા બે સાધુઓ પણ મુખ્ય આકર્ષણ બન્યા
બીજી તરફ આ વખતે ભવનાથમાં ચાલી રહેલા આ મેળામાં ઈટાલીના રોમથી આવેલા બે સાધુઓ મુખ્ય આકર્ષણ બન્યા છે. આ બંને સાધુઓએ 4 વર્ષ પહેલા દિલ્હીના વિશ્વંભર ભારતી નામના સંત પાસેથી દીક્ષા લીધી છે. ત્યારબાદ તેઓ નેપાળ, શ્રીલંકા, બાદ ભારતના ધાર્મિક સ્થાનોમાં ભ્રમણમાં નીકળ્યા છે. દીક્ષા બાદ તેમને શિવાની ભારતી અને અમર ભારતી નામ આપવામાં આવ્યા છે.
આ બંને સાધુઓ તેમનુ પીંડદાન કરી પુરેપુરા સનાતની રંગમાં રંગાઈ ગયા છે. ભવનાથમાં હાલ આ બંને સાધુઓ ઓમ નમ: શિવાયનો જાપ જપતા રહે છે. તેમના અગાઉના જીવન વિશે કોઈ પૂછે તો તેઓ વો મર ગયા એવો જવાબ આપે છે. આથી જ તેઓ પોતાનુ જ પિંડદાન કરી ચુક્યા છે એવુ પણ જણાવે છે. જુનાગઢમાં ભવનાથમાં યોજાતા આ મેળાનું અનોખુ મહત્વ છે. આ મેળાને મિનીકુંભ તરીકે પણ જાણીતો છે.
મહત્વનું છે કે આ તીર્થભૂમિમાં દીક્ષાનું પણ વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન 24 સાધકો દીક્ષા લઇ સંસાર છોડી સન્યાસમાં જોડાયા છે અને હવે તેઓ સંન્યાસની ધૂણી ધખાવીને આગળનું જીવન વ્યતિત કરશે.