- રાજસ્થાનની પોલીસ કસ્ટડીમાંનો દારુ પોલીસની મદદના પગલે ગુજરાતમાં વેચાય છે
- રાજસ્થાન પોલીસ અને ગુજરાતનાં બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ
રાજસ્થાન પોલીસ અને ગુજરાતના બુટલેગરોની સાંઠગાંઠ સામે આવી છે. રાજસ્થાન પોલીસે પકડેલો અને કસ્ટડી બાદ નાશ કરવામાં આવનાર દારૂ ગુજરાતના બુટલેગરોને બારોબાર આપી દેવાતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં ઝડપાયેલ દારૂ અંગેની તપાસમાં આ ખુલાસો થયો છે.
રાજસ્થાનની બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં વેચાતો હોવાના ઘણા બનાવો ગુજરાત પોલીસની જાણમાં આવ્યા હતા. એટલુ જ નહિ પરંતુ રાજસ્થાન પોલીસે પકડી પોતાની કસ્ટડીમાં રાખેલ વીદેશી દારૂનો જથ્થો ચોરીને રાજસ્થાન પોલીસ ગુજરાતમાં વેચાણ અર્થે બુટલેગરને વેચી દેતી હોવાની ચોંકાવનારી બાબતો સપાટી પર આવી છે તા. 2 સપ્ટેબરના રોજ ગુજરાત ડીજીપી સ્કવોડ દ્વારા રૂ. સવા બે લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. નવાઇની બાબત એ છે કે આ દારૂ વર્ષ 2016માં રાજસ્થાન પોલીસે પકડ્યો હતો એટલુ જ નહિ પરંતુ રાજસ્થાન કોર્ટે દારૂનો નાશ કરવાનો હુકમ પણ કર્યોં હતો. પરંતુ રાજસ્થાન પોલીસે આ દારૂનો જથ્થો ચોરીને બૂટલેગરોને વેચી દીધો હતો. અને આજ દારુના જથ્થાને ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો હતો. જૉકે આ દારૂની ચોરીના પ્રકરણમાં રાજસ્થાનનાં બિછીવાડા પોલીસના કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.