- કુલ લિકર શૉપની સંખ્યા 63 પર પહોંચી…
ગુજરાતમાં દારૂબંધી છે છતાં દારૂના મામલે અનેક આક્ષેપ-પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ 5 હોટેલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટેલો હવે પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને દારૂનું વેચાણ કરી શકશે. આ હોટેલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટેલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે. રાજ્યમાં હાલ 58 હોટેલોને લિકર શોપની પરવાનગી આપવામાં આવી છે. વધુ 5 હોટેલોને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ 63 હોટેલ પ્રવાસીઓ, વિદેશી નાગરિકોને વિદેશી દારૂ પિરસવાની પરમિટ ધરાવતી થઇ ગઈ છે.
અમદાવાદ ઉપરાંત સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટેલોને મંજૂરી આપવામાં આવી છે. વાયબ્રન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ દેશ- વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકાર ફાઇવસ્ટાર અને ઉચ્ચ રેન્ક ધરાવતી હોટેલોને લિકર પરમિટ આપી રહી છે.
વિદેશી દારૂ વેચવાની મંજૂરી આ 5 હોટેલને મળી…
- હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ
- હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત
- હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ., ભાવનગર
- ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી, હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ
- હોટેલ લાયન પેલેસ, હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી