Published by : Rana Kajal
- ધો. 6 થી 10 ગણિત અને વિજ્ઞાનમાં તેમજ ધોરણ 11અને 12માં 42 પ્રકરણો કરાયા રદ…
આવનારાં સત્રથી પાઠ્ય પુસ્તકોમાં 100 થી વધુ પ્રકરણો રદ કરવામાં આવ્યાં છે… જોકે નવા પુસ્તકો જુન સુધીમાં બજારમાં આવી જશે…પાઠ્ય પુસ્તકોમાંથી પ્રકરણો કેમ રદ કરવામાં આવ્યાં તે અંગે વિવિઘ કારણો આપવામા આવ્યાં છે આવા કારણોમાં પ્રકરણ અપ્રસ્તુત હોય, પુનરાવર્તિત મુદ્દા હોય, કે મુદ્દા આગળના ધોરણોમાં સમાવિષ્ઠ થઈ ગયા હોય કે સ્વ પ્રયત્નો થી શીખી અને સમજી શકાય તેવા પ્રકરણો રદ કરવામાં આવ્યાં છે. તો કેટલાક ચેપ્ટર બે ધોરણોમાં ઍક સરખા હોવાથી રદ કરવામાં આવ્યા છે. રદ કરાયેલ પ્રકરણોમાં ધોરણ 6 થી 10 ગણિત અને વિજ્ઞાનમાં અને ધોરણ 11 અને 12 સાયન્સમાં મળી કુલ 42 પ્રકરણો રદ કરવામાં આવ્યા છે આવી પરિસ્થિતિમાં એવો દાવો કરવામાં આવી રહયો છે કે નવા પાઠ્ય પુસ્તકો જુન સુધીમાં અથવા તો વેકેશન પુર્ણ થાય તે પહેલાં પાઠ્ય પુસ્તકો શાળામા વિતરણ થઇ જશે અને બજારોમાં મળતા થઈ જશે એવો દાવો કરવામાં આવી રહયો છે.