Friday, September 12, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરાજ્યની ૬ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડના વિકાસ કામોને...

રાજ્યની ૬ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડના વિકાસ કામોને મંજૂરી…

Published by : Vanshika Gor

  • દહેગામ-આંકલાવ-ગોધરા-વલસાડ-લાઠી અને માંડવી નગરપાલિકાઓને મળશે લાભ
  • ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ
  • ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તથા તળાવોના નવિનીકરણ માટે કુલ રૂપિયા ૯૩.૧૦ કરોડના વિકાસ કામો મંજૂર થયા છે. ૬ નગરોમાં ૧૪૩૦૦ થી વધુ ઘરોને પાણીના કનેક્શન જોડાણથી ૧ લાખ ૯ હજાર લોકોને અને
  • ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં ૧૬૯૦ આવાસોના ૮૪૪૯ લોકોને લાભ મળશે.

 ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન  દ્વારા રાજ્યની છ નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૯૩ કરોડ ૧૦ લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટીની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

 GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. ૬૪.૯૧ કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. રર.૧પ કરોડ અને ભુગર્ભ ગટરના ૧ પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે.પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં દહેગામ નગરપાલિકાને રૂ. ૧ર.પ૯ કરોડ પ૪૦૦ ઘર જોડાણથી અંદાજે ર૭ હજાર લાભાર્થીઓને આવરી લેવા માટે ફાળવાશે.આંકલાવમાં પ૬ર ઘર જોડાણ અને ર૮૧૦ જનસંખ્યાને રૂ. ૧૯.પ૬ કરોડના ખર્ચે થનારા પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે.

 ગોધરા નગરપાલિકામાં રૂ. ૮.૦૬ કરોડના ખર્ચે બે ફેઇઝમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ હાથ ધરાશે અને પ૦૦ ઘર જોડાણથી રપ૦૦ લોકોને લાભ થશે.અમરેલી જિલ્લાની લાઠી નગરપાલિકા વિસ્તારના ર૦૦ ઘર જોડાણોથી ૧ હજાર લોકોને ઘરે પાણી મળશે અને આ પ્રોજેક્ટ માટે રૂ. પ.૪૮ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.વલસાડ નગરના અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના ૭ર૬૯ આવાસોને ઘર જોડાણથી આવરી લઇ ૭૩૮૦૪ ની જનસંખ્યાને પાણી પહોંચાડવા રૂ. ૮.૩૦ કરોડનો પ્રોજેક્ટ આ બેઠકમાં મંજૂર થયો છે.

એટલું જ નહિ, વલસાડ નગરમાં ભુગર્ભ ગટર પ્રોજેક્ટ માટે રૂ. ૬.૦૪ કરોડ મંજૂર થયા છે. આ પ્રોજેક્ટના પરિણામે ૧૬૯૦ ઘર જોડાણોથી ૮૪૪૯ લોકોને ભુગર્ભ ગટરનો લાભ મળતો થશે.માંડવી નગરપાલિકાના પાણી પૂરવઠા પ્રોજેક્ટ માટે રૂ. ૧૦.૯ર કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ અન્વયે ૪૦૩ ઘર જોડાણો અને ર૦૧પ લાભાર્થીઓને લાભ મળવાનો છે.સમગ્રતયા આ ૬ નગરપાલિકાઓમાં ૧૪૩૩૪ ઘર જોડાણોથી ૧ લાખ ૯ હજાર ૧ર૯ લોકો લાભાન્વિત થશે.

GUDMની આ બેઠકમાં ખંભાત, વલસાડ અને આમોદના તળાવોના નવિનીકરણના કુલ રૂ. રર.૧પ કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.તદઅનુસાર, વલસાડમાં તળાવ નવિનીકરણ માટે રૂ. ૬.૭૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો વ્યાપક લાભ અંદાજે ર લાખ ૮ હજાર ૬૭૮ લોકોને મળશે. ખંભાતમાં આવા તળાવ નવિનીકરણ માટે રૂ. ૮.૭૯ કરોડ અને આમોદ માટે રૂ. ૬.૬૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તળાવ નવિનીકરણનો ખંભાતમાં ૧ લાખ ૧૭ હજારને અને આમોદમાં ૧૯૭૪૭ લોકોને લાભ મળતો થશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા આ વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. ૧૪પ૪ કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.GUDM દ્વારા મંજૂર થયેલા વિકાસ કામોમાં આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!