Published by : Rana Kajal
- અલબત્ત આ આંકડાઓમાં ખાનગી સારવાર લીધેલ દર્દીઓનો સમાવેશ થતો નથી..
- 8 દિવસમાં 1377લોકો થયા બેભાન…
રાજ્યમાં જાણે કે આકાશમાંથી અગનગોળા વછૂટી રહ્યા હોય તેવી કાળઝાળ ગરમી વરસી રહી છે. આવી કારમી ગરમીના કારણે રાજ્યમા 8 દિવસોમાં 1,377 વ્યક્તિ બેભાન થઈ ગયા હતા. આવી કારમી ગરમી હાલ વરસી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી ગરમી વધે તેવી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આવનારા દિવસોમાં 43 ડીગ્રી સુધી ગરમીનો પારો પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે પાછલા 8 દિવસોમા કાળઝાળ ગરમીના કારણે 2040 જેટલા લોકોને પેટમાં દુઃખાવાની ફરીયાદ જણાઈ હતી. આજ દિવસોમાં હિટ સ્ટ્રોક ના 9 સ્ટ્રોક નોંધાયા છે. તેમાં પણ તા 8 મે ના રોજ સૌથી વધુ 190 બેભાન થવાના કેસો જણાયા હતા તેમજ 8 દિવસોમા ઝાડા ઉલટીને લગતા 1192 કેસો જણાયા હતા. અત્રે નોંધવું રહ્યું કે આ આંકડા માત્ર સરકારી છે ખાનગી તબીબોને ત્યાં જે દર્દીઓએ સારવાર લીધી હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.