Published By : Disha PJB
24 ક્લાકમાં વીજદર જુદા જુદા હોય તેવા દિવસો આવી રહ્યા છે. ખુબ ઓછા સમયમાં રાત્રીના સમયે વપરાતી વીજનો દર જુદો અને દિવસ દરમીયાન વપરાતી વીજ નો દર જુદો હોય તેવા દિવસો આવી રહ્યા છે.
ટૂંકમાં વીજ વપરાશ કરનારને 24 કલાકના ઍક દિવસ દરમીયાન વીજ વપરાશના બે જુદા જુદા દર મુજબ બીલ ભરવુ પડશે. નવા વીજદર અંગેનાં નિયમો લાગુ પાડયા બાદ ગ્રાહક દિવસમા વપરાતી વીજ બીલ માં 20 ટકા સુધી રાહત મળશે. જ્યારે રાત્રીના સમયે વીજ ગ્રાહકોએ 10 થી 20 ટકા સુધી વીજ દર વધારે આપવો પડશે.
જોકે આ બાબતને અમલમાં મુકવા માટે ગ્રાહકો અંગે બનાવેલ કાયદાઓમાં ફેરફાર કરવા જરૂરી છે. હવે ગ્રાહક માટે વીજ કયારે વાપરે છે તે પણ મહત્વનુ થઈ જશે. પ્રશાસન આં અંગે એ રીતે પણ જણાવી રહ્યુ છે કે વીજ વપરાશ કરનાર ગ્રાહક પોતે વીજ બીલ ની રકમ નિર્ધારણ કરવામા મહત્વની ભૂમિકા ભજવશે. કપડા કયારે વોશિંગ મશીનમાં ધોવા કયારે અન્ય કામો કરવા તેનો શિડ્યુલ નકકી કરી વીજ ગ્રાહક વીજ બીલની રકમ પોતે નક્કી કરી શકશે.
અલબત્ત તે માટે વીજ ગ્રાહક ના કાયદા માં કેટલાક સુધારા અને હાલના મીટર બદલવા પડશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આવનારા દિવસોમાં વીજબીલમાં થનાર આ ફેરફારના પગલે બજારોના સમયમા પણ ફેરફાર આવી શકે છે. બજારો વહેલા બંધ થાય તેમજ હોટલો વહેલી બંધ થાય તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે.