Published by : Anu Shukla
- ઓસ્ટ્રેલિયામાં એક કલાકની મિનિમમ લેબર કોસ્ટ 1800 રૂપિયા, ભારતમાં 200 રૂપિયા પણ નહીં
સરકાર એક તરફ વિદેશી ભારતીયોને જોડવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ દર વર્ષે લગભગ 1.80 લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડીને વિદેશી બની રહ્યા છે. તેમાંથી 7 હજાર લોકો એવા છે જેમની નેટવર્થ 8 કરોડ રૂપિયાથી વધુ છે. બાકીના મોટા ભાગના પણ સારી કમાણી કરનારા પ્રોફેશનલ્સ છે.
ભારતની નાગરિકતા છોડીને લોકો વિદેશી કેમ બની રહ્યા છે?
2020 ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં હાઈ નેટવર્થ ઘરાવતી વ્યક્તિઓ તેમની નાગરિકતા છોડવાનું મુખ્ય કારણ ક્રાઈમ રેટમાં વધારો અથવા દેશમાં વેપારની તકોનો અભાવ છે. આપણા દેશની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લેવા પાછળ પણ આ કારણો છે – મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણની શોધ, લાઈફ સ્ટાઈલ ફેક્ટર્સ જેમ કે પ્રદૂષણ મુક્ત હવા, વધુ કમાણી અને ઓછો ટેક્સ. આ સિવાય પરિવાર માટે સારી હેલ્થકેર, બાળકો માટે શૈક્ષણિક અને ઓપ્રેસિવ સરકારથી બચવાના કારણો જવાબદાર છે.
એક્યૂસ્ટ એડવાઈઝર્સના સીઈઓ પરેશ કારિયા કહે છે, “2020માં વિદેશોમાં વસવા માટેના કારણો અંગે અમે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, સારી હેલ્થકેર, ઓછું પ્રદૂષણ અને બિઝનેસ કરવાની સરળતા આ ટોચના મુદ્દા હતા. લોકો કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વિશે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. અમેરિકાનું આકર્ષણ ઘટ્યું છે. તેનું કારણ ગ્રીન વિઝા માટે રોકાણની રકમ 5 લાખ ડોલરથી વધારીને 9 લાખ ડોલર કરવાનું છે.