Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરા કોર્પોરેશનના 40 ડેપ્યુટી એન્જિનિયરોની સામૂહિક બદલી બન્યો ચર્ચાનો વિષય…

વડોદરા કોર્પોરેશનના 40 ડેપ્યુટી એન્જિનિયરોની સામૂહિક બદલી બન્યો ચર્ચાનો વિષય…

Published by: Rana kajal 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવનાર ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના 40 જેટલા ઇજનેરોની સામૂહિક બદલી મ્યુનિસિપલ કમિશનર બનજા નિધિ પાનીએ હુકમ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. હુકમમાં 12 થી 13 કરાર આધારિત કે જેઓના કરાર હજુ ફરી રીન્યુ થયા નથી તેવાની પણ બદલી થઈ છે. જ્યારે ટાઉન પ્લાનિંગ વિભાગમાં આવતા ફરજ બજાવનાર ડેપ્યુટી એન્જિનિયરની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ રોડ વિભાગ ડ્રેનેજ હાઉસિંગ બિલ્ડીંગ પાણી પુરવઠા અને વોર્ડ કક્ષાએ ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયર કક્ષાના જેઓને ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યા પર થઈ ગયો છે તેવા 40 જેટલા એન્જિનિયરોની સામૂહિક બદલી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાણીએ તાજેતરમાં મેયર કેયુર રોકડિયા સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.આ હુકમમાં ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી એન્જિનિયરોની પણ બદલી કરી દેવામાં આવી છે. સાથે સાથે ખંડેરાવ માર્કેટમાં  કે પ્રોજેક્ટ વિભાગમાં ફરજ બજાવતા મોટાભાગના એન્જિનિયરોને  વોર્ડ કક્ષાએ કે ઝોન કક્ષાએ બદલી કરવા નહીં આવતા એન્જિનિયરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હુકમમાં કમિશનરે બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા પણ સૂચના આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!