Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરા દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક દીપડો દેખાયો...

વડોદરા દરજીપુરા એરફોર્સ સ્ટેશન નજીક દીપડો દેખાયો…

Published by : Anu Shukla

વડોદરાના છેવાડે આવેલા દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાતા સ્થાનિકોએ મળસ્કે રેસ્ક્યૂ કોલ કર્યો હતો. પંજાના નિશાન પરથી દીપડો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. મળસ્કે કોલ મળતા પ્રાણી બચાવની કામગીરી કરતી એનજીઓના વોલંટીયર્સ દોડતા થયા હતા. આ સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમોને જાણ કરાતા પિંજરૂ મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજ્યભરમાં દિપડાની દહેશત વધી રહી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ક્યારેક ગ્રામ્ય વિસ્તારમાં દિપડો બાળક ખેંચી જવાની ઘટના સામે આવતી હોય છે. તો ક્યારેક શહેરી વિસ્તારમાં દીપડાની હાજરીના પુરાવા સામે આવતા હોય છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરતા જીવદયા માટે કામ કરતા હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, આજે સવારે દરજીપુરા એરફોર્સમાથી સવારે સાડા ચાર વાગ્યે અમને ફોન આવ્યો, જેમાં જણાવાયું કે દીપડો દેખાયો છે. તાત્કાલિક હું અને મારા ટીમ મેમ્બર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા. ત્યાં જઇને અને ખરાઇ કરી તો દીપડાના પંજાના નિશાન અમને જોવા મળ્યા હતા. જેથી દરજીપુરા એરફોર્સમાં દિપડો હોવાની ખાતરી થઇ ગઇ છે.

એરફોર્સ સ્ટેશનમાં અમુક ગાર્ડે દીપડાને જોયો છે. અને તેઓ ખરાઇ પણ કરે છે. ત્યાંની કેનલ થકી દીપડો અવર જવર કરતો હોવાનું ધ્યાને આવ્યું છે. હવે આ અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી. આજે સવારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પાંજરૂ મુકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વડોદરાના છેવાડે દિપડો દેખાતા લોકોમાં દહેશત વ્યાપી છે. દિપડો પાંજરે પુરાશે ત્યાર બાદ જ લોકોને હાશકારો થશે તેમ સ્થાનિકોનું માનવું છે. હવે દિપડો કેટલા સમયમાં પકડાય છે તે જોવું રહ્યું.

ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security