Published by : Vanshika Gor
શિક્ષણ નીતિના કારણે ધોરણ 1 માં પ્રેવશ નહિ મેળવી શકનાર બાળકો અને તેમના વાલીઓ કમાટીબાગમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાળકોએ PM તેમજ CM અને ચીફ જસ્ટિસને પોસ્ટ કાર્ડ લખી પોતું એક વર્ષ બચાવવા માંગ કરી હતી.
તાજેતરમાં વાલીઓ દ્વારા કલેકટરને પણ આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓએ જાણવ્યું હતું કે, નવા નિયમનો પરિપત્ર 13 માર્ચ 2020માં જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તે પહેલા વર્ષ 2020-21 માટે નર્સરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી અને 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ગયા બાદ આ પરિપત્રની જાણકારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે કરવામાં આવી હતી.
3 લાખ બાળકોનું અભ્યાસનું એક વર્ષ બગડશે
વાલીઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અમારા બાળકોએ સિનયર કેજી સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે પરંતુ નવા પરિપત્ર અનુસાર હવે જે વિધાર્થીની ઉંમર 1 જૂન 2023ના રોજ 6 વર્ષની હોય તે જ બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપવાના નિયમના કારણે અમારા બાળકને ફરીથી સિનયર કેજીમાં અભ્યાસ કરવા અથવા 1 વર્ષ ડ્રોપ લેવામાં માટે શાળા સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે આ નવા નિયમના અમલ થશે તો 3 લાખ બાળકોનું એક વર્ષ બગડશે. જેથી આ નિયમના વિરોધમાં બાળકોએ PM તેમજ CM અને ચીફ જસ્ટિસને પોસ્ટ કાર્ડ લખી નવા નિયમનો અમલ એક વર્ષ માટે મોકુફ રાખી બાળકો પોતું એક વર્ષ બચાવવા માંગ કરી હતી.