Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરા પંથકમા વધતા જતા લવ જેહાદના કિસ્સા..લોકોમાં આક્રોશની લાગણી ફેલાઇ...

વડોદરા પંથકમા વધતા જતા લવ જેહાદના કિસ્સા..લોકોમાં આક્રોશની લાગણી ફેલાઇ…

Published by : Rana Kajal

વડોદરા પંથકમા લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે. જેના કારણે હિંદુ સમાજમાં આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. આ લાગણી વ્યક્ત કરવા માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

વડોદરા નજીકના પાદરામાં વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જતાં લોકો દ્વારા રેલી યોજી વિરોધ કર્યો હતો. પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ રેલી કાઢીને હિન્દુ દીકરીને પરત લાવવા માટે પાદરા મામલતદાર અને પાદરા પોલીસ મથકે પીઆઈને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. તેમજ યુવતીના પરિવાર અને હિન્દુ સમાજ દ્વારા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. દીકરી પરીવારને પરત નહીં સોંપવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી આપી હતી. જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ હાજરી આપી હતી. પાદરામાં હિન્દુ દીકરીને પાદરાના ડભાસા ગામનો રિક્ષા ચાલક વિધર્મી યુવક તૌફીક મલેક ધાક ધમકીઓ આપી ગત 21 ડિસેમ્બરે ભગાડી ગયો હતો. જેની જાણ પોલીસને કર્યા છતાં પણ  પરતના ફરતા કે કોઈ જ પતો ના મળતા તમામ હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજી પાદરા મામલતદાર અને પાદરા પીઆઈને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.પાદરામાં છેલ્લા એક વર્ષમાં ઉપરાછાપરી લવ જેહાદના કિસ્સાના બનવાથી હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે પાદરા હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાના બનાવ સામે પીડિત પરિવાર સાથે પાદરામાં વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ રેલી કાઢીને લવ જેહાદમાં દોષિતોને કડકમાં સજા કરવાની માંગ કરવામાં આવી હતી…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security