Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAdministrationવડોદરા : વધુ એક ભેજાબાજ ઝડપાયો, PMOના અધિકારીની ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના...

વડોદરા : વધુ એક ભેજાબાજ ઝડપાયો, PMOના અધિકારીની ઓળખ આપી પારુલ યુનિવર્સિટીના ટ્રસ્ટીઓને છેતરવાનો પ્રયાસ, ધરપકડ…

Published By : Disha PJB

PMO  ઓફિસમાં અધિકારી તરીકેની ઓળખ આપી પારૂલ યુનિવર્સિટી ટ્રસ્ટની સ્કૂલમાં મિત્રના બે સંતાનોના એડમિશન કરાવ્યા બાદ , ટ્રસ્ટીઓને એજ્યુકેશનની કામગીરીની મંજૂરી અપાવવાનું જણાવી નાણાં પડાવવાનો કારસો રચનાર વડોદરાના MCA થયેલા ભેજાબાજ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચે વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, અમારી સ્કુલના ટ્રસ્ટી તરીકે પારુલ યુનિવર્સિટીના MD ડો. દેવાશુ પટેલ તથા ડો. ગીતીકા પટેલ છે. વર્ષ 2022ના માર્ચ મહિનામાં અમારી સ્કૂલમાં એડમીશનની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ભેજાબાજ મયંક તિવારી નામના માણસે પોતાની ઓળખ ડાયરેકટર વ્યુહાત્મક સલાહકાર PMO ઓફીસ તરીકે આપી તેઓના ફેમીલી મિત્રના દિકરાઓના એડમીશન માટે સંપર્ક કર્યો હતો. જેથી અમારા ડાયરેકટર સાહેબ તેઓને સ્કૂલના ટ્રસ્ટ્રી દેવાશું પટેલને પારૂલ કોલેજ લીમડા વાઘોડીયા ખાતે મળવા જણાવ્યુ હતું.

દરમિયાન, ભેજાબાજ મયંક તિવારી પારૂલ કોલેજમાં  ડો. ઞીતીકા પટેલને મળ્યા હતા. અને પોતાની ઓળખ Director Strategic Advisory@PMO તથા Director Government Advisory@ PMO ની આપી હતી. અને પોતે દિલ્હી PMO ઓફીસમાં કામ કરતો હોવાનુ જણાવ્યુ હતુ. અને તેઓની સાથે એજયુકેશન બાબતે મોટી મોટી વાતો કરી હતી. અને આપણે એજયુકેશનમાં સાથે મળીને કામ કરીશું તથા ગુજરાત રાજ્યમાં રીસર્ચને લગતી કામગીરી કરીશું તેમજ સરકારમાંથી મંજુરી મેળવવાની કાર્યવાહી હું કરીશ તથા નાણાકીય ખર્ચની જવાબદારી તમારે કરવાની રહેશે તેમ જણાવી ડો.ગીતીકા પટેલને વિશ્વાસમાં લીધા હતા. અને મોટી રકમ પડાવવા અને તેઓની સાથે છેતરપીંડી કરવા કારસો રચ્યો હતો.

ઠગ મયંક તિવારીની મોટી મોટી વાતો સાંભળી ડો. ગીતીકા પટેલ પણ પ્રભાવિત થઇ ગયા હતાં. અને પોતાના ટ્રસ્ટની વડોદરા નિઝામપુરામા આવેલી ન્યુરા સેકેન્ડરી સ્કૂલમાં તેમના આર્મીમેન મિત્રના બે સંતાનોને ધોરણ 4 અને 5 માં એડમિશન અપાવી દીધું હતું. ભેજાબાજ મયંક તિવારીએ મિત્ર મીરઝા જાહીદ બેગ જે ભારતીય આર્મીમાં નોકરી કરે છે અને તેમની પત્ની ડો. રજની યાદવ બેગ વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. તેને અમારી સ્કુલના ડાયરેકટર પ્રિયદર્શની કેલકરને પણ પોતાની ઓળખ PMOમાં કામ કરતા Director Srategic Advisory @ PMO તરીકે આપી પ્રભાવિત કર્યા હતા. આ મયંક તિવારીએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં અશોક સ્તંભના સીમ્બોલનો લોગો રાખેલ હતો અને PMO ઓફીસ લખેલ હતુ.

ચંદ્રશેખર દધીચે ફરિયાદમાં જણાવ્યું છે કે, ટ્રસ્ટ્રી ડૉ. ગીતીકા પટેલે અમને બે દિવસ પહેલા જાણ કરેલ કે ગઇ સાલ PMO ઓફીસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપી મળેલ મયંક તિવારી નામના માણસની ખાનગી રીતે તપાસ કરાવતા તે PMO ઓફીસ ખાતે Director Strategic Advisory @ PMO તથા Director Gov ernment Advisory @ PMO તરીકે નોકરી કરતો હોવાનુ જણાઇ આવેલ નથી. અને આપણને તેની ખોટી ઓળખ આપેલ છે. તેમજ અને તેની ખાનગી રીતે તપાસ કરતા તેનુ નામ મયંક પરશુરામ તિવારી (રહે. 13.રાંદલધામ સોસાયટી, નવરંગ સોસાયટીની બાજુમાં ચાણક્ષપુરી ન્યુ સમારોડ વડોદરા) હોવાનુ જાણવા મળેલ છે.

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ભેજાબાજ મયંક તિવારી સામે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજની વધુ પૂછપરછમાં હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ ભેજાબાજની તપાસ પીએસઆઇ આર.કે. રાઠવા કરી રહ્યા છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!