વડોદરાના વાસણા વિસ્તારમાં રિવોલ્વરની અણીએ ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં લુંટ થઈ હોવાનો દિલધડક બનાવ બન્યો હતો. આ ઘટનાના 7 દિવસ અગાઉ લુટારુઓએ 16.40 લાખની લુટને અંજામ આપ્યો હતો. લૂંટના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસની વિવિધ ટીમોએ લૂંટારુઓને પકડવાની કામગીરીની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે 20 દિવસ રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા. આ લુંટની ઘટનામાં ટાબરિયાની ભૂમિકા સામે આવતા પોલીસ પણ આશ્ચર્ય થઈ ગઈ છે કે લુંટના ગુનામાં કુલ 11 આરોપીઓની સંડોવણી હતી. લૂંટારાઓએ જમીન વેચાયાના રૂપિયા આવ્યા હોવાની માહિતીના આધારે લૂટની યોજના ઘડી હતી.
આ ઘટનામાં પોલીસે 11 પૈકી 6 આરોપીઓને ઝડપી પાડ્યા જે પૈકી અનિલ કનોજીયા,અંકિત પટેલ, બિક્કી ઉર્ફે વિક્કી ઘોષ,ઉપેન્દ્રસિંહ ગોહિલ,રવીન્દ્ર રાવળ ની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓ સામે ધાડ અને લુંટનો ગુનો દાખલ કર્યો છે અને આ ગુનેગારોને આવતી કાલે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે