વડોદરા શહેરમાં આતંકવાદી પ્રવૃત્તિની શંકાએ SOGએ મોટી કાર્યવાહી કરી છે. વડોદરા શહેરમાંથી ગુજરાત ATSના હુકમથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ (SOG)એ તપાસ કરી છ બોગસ પેઢીઓને શોધી કાઢી તેમની સામે ગુનો દાખલ કર્યો છે. વડોદરા SOGએ આપેલા સરનામાઓ પર તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જાણવા મળ્યું હતું કે આ સરનામાઓ પર ક્યાંક બાળકોના કપડાની દુકાન, ચશ્માની દુકાન, ફરસાણ માર્ટ કે કોઇના ઘર હતા.
આ દુકાનદારો અને મકાન માલિકોને પૂછતાં તેઓના દસ્તાવેજોનો તેમની જાણ બહાર ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ ઘણા દસ્તાવેજ તો નકલી છે.છ નકલી પેઢી સામે SOGની કાર્યવાહી વડોદરા શહેરમાં વિવિધ સ્થળે દરોડા પાડી SOGએ 6 નકલી પેઢી ઝડપી પાડી છે. ATSની સૂચનાથી SOGએ બોગસ પેઢીઓ પર કાર્યવાહી કરી છે. મે. રફાઇ, મે. અલ્ફાજ, મે. એ.એસ.ટ્રેડ, મે. ચૌહાણ, મે. રિડોન અને મે. આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડોનો કૌભાંડ ઝડપાયું છે. આ બોગસ પેઢીઓ GST નંબર મેળવી બોગસ બીલના આધારે સરકાર પાસેથી ખોટી રીતે ટેક્સ ક્રેડિટ મેળવતી હતી.7 સંચાલકો સામે વિવિધ ગુના નોંધાયા SOGએ પેઢીના સરનામા પર તપાસ કરતા સામે આવ્યું કે દુકાનદારો અને મકાન માલિકોની જાણ બહાર નકલી દસ્તાવેજોના આધારે આરોપીઓએ પેઢીઓ ખોલી હતી અને તેના આધારે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સરકારમાંથી મેળવી હતી. એટલું જ નહીં આરોપીઓના ઘણા દસ્તાવેજ તો નકલી છે. ઘણાની તો સહીઓ નકલી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે પેઢીના સાત સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે અને લોકોના દસ્તાવેજનો કોઇ આતંકી પ્રવૃત્તિ માટેનો ઉપયોગ નથી કરાયોને તે દિશામાં તપાસ હાથ ધરી છે.