Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratવડોદરા સરસિયા તળાવ નજીક પાસે બે વર્ષનું બાળક ખાડામાં પડ્યું, ફાયર બ્રિગેડની...

વડોદરા સરસિયા તળાવ નજીક પાસે બે વર્ષનું બાળક ખાડામાં પડ્યું, ફાયર બ્રિગેડની ટીમે કર્યું રેસ્ક્યૂ

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવની સામે જમનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખાડામાં અરુણ માવી નામક બે વર્ષનું બાળક રમતા રમતા ખાડામાં પડી ગયુ હતુ. જેને પગલે ફાયર ફાયટરોની ટીમને જાણ કરવામાં આવી હતી. બાળકને ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરોએ સ્થાનિક લોકોના મદદથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યું છે. જેસીબી મશીનથી ખાડાની બાજુમાં અન્ય ખાડો ખોદીને ફાયરના લાશકરોએ તે ખાડામાં ઉતરીને બાળકને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યું છે. બનાવને લઈને લોકટોળાં સ્થળ પર એકત્ર થતા પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચીને રેસક્યુ કામગીરીમાં મદદ કરી હતી. બાળકનું પરિવાર હાલ મંદિરમાં નિર્માણ કાર્ય માટે મજૂરીનું કામ કરી રહ્યું હતું તે પહેલા આ બનાવ બન્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે..

(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!