Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews Updateવડોદરાના મકરપુરાની કંપનીમાં ભીષણ આગ : એક અધિકારી ઘાયલ…

વડોદરાના મકરપુરાની કંપનીમાં ભીષણ આગ : એક અધિકારી ઘાયલ…

Published By : Disha PJB

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી સુમિત પેકેજીંગ નામની કંપનીમાં આજે પરોઢિયે ચારેક વાગે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા સિક્યુરિટી ગાર્ડ તેમજ હાજર અન્ય માણસો બહાર નીકળી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે. કંપનીમાં પૂઠા અને પેપર રોલનો મોટો જથ્થો આગમાં લપેટાઈ જતા લગભગ આખી કંપની આગની જ્વાળામાં આવી ગઈ હતી.

મકરપુરા જીઆઇડીસી ફાયરબ્રિગેડની ટીમ છ ફાયર ફાઈટર સાથે આગ બુઝાવવાના કામે લાગી હતી અને અંદાજે 20 થી 25 ટેન્કર પાણીનો મારો ચલાવવામાં આવ્યો ત્યારબાદ સાતેક કલાકે આગ કાબુમાં આવી હતી.

આ દરમિયાન ઉપરના માળેથી સળગતો રોલ નીચે પડતા આગ બુજાવાની કામગીરી કરતા સબ ઓફિસર જયદીપ ગઢવી ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security