Published by : Anu Shukla
આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી ૨૨મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પેરા સ્વિમર ગરિમા વ્યાસે ૩ ગોલ્ડ મેડલ અને શ્રેષ્ઠ મહિલા સ્વિમરની ટ્રોફી જીતીને શહેરનું નામ રોશન કર્યું છે. ગુજરાતમાંથી સ્પાઈનાલ કોર્ડ ઇંજરી સાથે બધી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર તથા શ્રેષ્ઠ સ્વિમરની ટ્રોફી જીતનાર ગરિમા પ્રથમ સ્વિમર છે. ગુજરાતના ૩૨ પેરા સ્વિમરએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ૧૮ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાત મેડલ ટેલીમાં છટ્ઠા નંબર પર આવ્યું છે. વડોદરામાંથી કુલ ૬ પેરા સ્વિમર આ સ્પર્ધામાં ગયા હતા. હાલ તેણી સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રીકટ કોચ વિવેક્સિગ બોરાલિયા પાસે સ્વિમિંગની તાલીમ લે છે.
ગરિમા અત્યારે એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.એ.સાયકોલોજીનો અભ્યાસ કરે છે. તેણે ઉદેપુર ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ એક ગોલ્ડ મેડલ જીત્યો હતો.