વડોદરામાં દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે દિલધડક એર શોનું આજે આયોજન કર્યું હતું. જેમાં સૂર્યકિરણ હોક એમ કે 132 પ્લેનના આકાશમાં રોમાંચક કરતબ બતાવવામાં આવ્યા હતા તેમજ 9 ફાઇટર પ્લેનની સૂર્યકિરણ ટીમે વડોદરાના આકાશમાં આકર્ષણ જમાવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ સૂર્યકિરણ એર શો જોવા ઉમટ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ અને ઇન્ડિયન એરફોર્સની સ્થાપનાને 90 વર્ષના સમન્વયે વડોદરામાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં 4 વર્ષ બાદ ફરી સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા )




