Published by : Vanshika Gor
- ટીમ ઈન્ડિયાના વધુ એક સ્ટાર ક્રિકેટરે લગ્ન કર્યા, અને આ લગ્નમાં ભારતીય ટીમના કેપ્ટન સહિત ક્રિકેટરોએ હાજરી આપી હતી.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે મરાઠી રીતિ-રિવાજ મુજબ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોચ્યા હતા. આ ઉપરાંત ટીમના અન્ય ખેલાડીઓએ સંગીત સેરેમનીમાં હાજરી આપી હતી જેમાં શ્રેયસ ઐય્યર, યઝુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા પણ સામેલ હતા. આ લગ્ન પ્રસંગમાં શ્રેયસ ઐય્યરે જોરદાર ડાન્સ કર્યો હતો. શાર્દુલ ઠાકુરના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓ સોશિયલ મીડિયામાં આ બંને યુગલને શુભેચ્છા આપી રહ્યા છે.
મહારાષ્ટ્રના કર્જતમાં લગ્ન કર્યા હતા
ભારતીય ટીમના ખેલાડી શાર્દુલ ઠાકુર પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. ગઈકાલે તેણે મહારાષ્ટ્રના કર્જતમાં લગ્ન કર્યા હતા. આ પ્રસંગે ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી શ્રેયસ ઐય્યરે જોરદાર ડાન્સ કર્યો હતો. રોહિત સહિત મુંબઈના સાથી ખેલાડીઓએ સંગીત સેરેમનીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન શ્રેયસે ગીતો ગાયા અને કપલે ડાન્સ પણ કર્યો હતો.
કોણ છે મિતાલી પારૂલકર
મિતાલી પારુલકર એક ઉદ્યોગસાહસિક છે અને થાણેમાં ઓલ ધ બેક્સ નામનું સ્ટાર્ટઅપ ચલાવે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 5 હજારથી વધુ ફોલોઅર્સ છે. જોકે તેણીને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. આ જ કારણ છે કે તેનું ઇન્સ્ટા એકાઉન્ટ ખાનગી છે. શાર્દુલ ઠાકુર અને મિતાલી પારુલકરે 29 નવેમ્બર 2021ના રોજ એક ખાનગી સમારંભમાં સગાઈ કરી હતી.