Published By : Parul Patel
વર્લ્ડ ભરૂચિ વોરા ફેડરેશન મહિલા વિંગ દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના જન્મ દિન નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ભરુચના બાયપાસ રોડ ઉપર આવેલ વર્લ્ડ ભરૂચિ વોરા ફેડરેશનની ઓફિસ ખાતે મહિલા વિંગ અને રોટરી કલબ ઓફ નર્મદા નગરી દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના જન્મ દિન નિમિત્તે પ્રથમ વાર મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ભરુચ જીલ્લામાં જરૂરિયાતમંદો દર્દીઓને બ્લડ મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન કેમ્પમાં 200 જેટલી મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે કેમ્પમાં 150 બોટલ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.મુસ્લિમ સમાજની યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં વર્લ્ડ ભરૂચિ વોરા ફેડરેશનની ઓફિસ ખાતે મહિલા વિંગની સભ્ય બહેનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
તો રોટરી કલબ ઓફ ભરુચ નર્મદા નગરી અને અન્ય સંસ્થાઓ રાજપૂત છાત્રાલય ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ રાજપૂત છાત્રાલય ખાતે રોટરી કલબ ઓફ ભરુચ નર્મદા નગરી, ટીજેપી ઇન્શ્યોરન્સ પરિવાર અને ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ સહિત રોટરી કલબ ઓફ દહેજના સંયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં તમામ સંસ્થાઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.