Published by : Vanshika Gor
વલસાડમાં ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે કામદારો આગની ઝપેટમાં આવી જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગને કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વલસાડમાં ઉમરગામ તાલુકામાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં બે કામદારો આગની ઝપેટમાં આવી જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આગને કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો હતો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આજુબાજુની ફેક્ટરીમાં તેની અસર જોવા મળી હતી.