- દીવાલ કુદીને શિકાર કરવા આવેલ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો
- ગામની સીમમાં પશુનું પણ મારણ કર્યું
વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતુ રોટ વીલર શ્વાનનું મારણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

વાલિયા તાલુકો દીપડા સહિતના પ્રાણીઓનું આશ્રય સ્થાન બની રહ્યો છે તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે પશુઓના શિકારની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જોખલા ગામના એક ફાર્મ હાઉસમાં દીપડાએ મારણ કર્યા બાદ ગ્રામજનોએ તેને પકડી પાડવા ઘેરો નાખ્યો હતો પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો ત્યારે વાલિયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડાએ એક ગૌ વંશનું મારણ કર્યું હતું જે બાદ ગત રોજ રાતે ૧૦:૪૦ કલાકે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સની કમ્પાઉન્ડની દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતું રોટ વીલર શ્વાનનું મારણ કરી તેને ફાડી કાઢ્યો હતો આજરોજ સવારે માલિક કિરણ લિંબાણીને શ્વાન જોવા ન મળતા તેને શોધવા ગયા હતા દરમિયાન તેઓને શ્વાન મૃત હાલતમાં જોવા મળ્યો હતો તેઓએ કમ્પાઉન્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં દીવાલ કુદી અંદર આવતો દીપડો નજરે પડ્યો હતો.આ અંગે તેઓએ વન વિભાગમાં જાણ કરતા વાલિયા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરી છે.