વાલિયા પોલીસે મેરા ગામના લીમડા ફળીયામાં રહેતા કુખ્યાત બુટલેગરના તબેલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે
વાલિયા તાલુકાના મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો કુખ્યાત કલ્પેશ રમેશ વસાવાના તબેલાના પાછળના ભાગે વાડામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમી વાલિયા પોલીસ મથકના મહિલા પી.આઈ.બી.એલ મહેરીયાને બાતમી મળી હતી જે બાતમીના આધારે નવ નિયુક્ત પી.એસ.આઈ.ડી.એ.તુવરએ મેરા ગામે દરોડા પાડ્યા હતા

પોલીસે 2.16 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
પોલીસે બાતમી વાળી જગ્યા ઉપરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ-1824 મળી આવી હતી પોલીસે 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.