Published by : Rana Kajal
- 30 કરતાં વધુ બાળકીઓ પર બળાત્કાર ગુજારી હત્યા કરી હતી…
ઉત્તર પ્રદેશના કાસગંજનો રહેવાસી એવા રવિંદર કુમાર દારૂ અને અન્ય નશાનો બંધાણી જણાયો છે. તેની ગુનો કરવાની રીત રસમ અંગેની વિગત જોતા રાત્રીના આઠ વાગ્યા પછી નશો કરી તે ખુબ ચાલતો હતો અને શ્રમજીવીઓ જ્યારે થાકીને સૂઈ જતા હોય ત્યારે રાત્રીના સમયે નાની બાળકી મળી જાય તો રૂ.10ની નોટ બતાવી તેમજ ચોકલેટ કે મીઠાઈની લાલચ આપી સુમશાંન જગ્યા લઇ જઇ બળાત્કાર ગુજારી હત્યા કરતો હતો. આવા 30 બળાત્કાર અને હત્યાના ગુનામાં તે દોષી સાબીત થયો હતો. હવે તેની સજા કોર્ટે જાહેર કરશે.