Published by : Rana Kajal
એક સમય હતો જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતમાં રોકાણ ઓછું કરી દીધું હતું. આ બાબતે અનેક કારણો જવાબદાર હતા. પરંતુ હવે વિદેશી રોકાણકારોએ ફરી ભારતમા જંગી રોકાણ કરવાની શરૂઆત કરી દીધી છે… આ બાબતે આંકડાકીય વિગત જોતા વર્ષ 2022-23 માં જે વિદેશીઓએ ભારતમાં રોકાણ ઓછું કરી દીધું હતું કે બંધ કરી દીધું હતું તે વિદેશી રોકાણકારોએ ફરી રોકાણ શરૂ કરતા અને નવા રોકાણ કારો વધતા હાલ માત્ર છેલ્લા ત્રણ સપ્તાહમાં જ વીદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ 8237 હજાર કરોડનું રોકાણ કર્યું છે. ભારતની આર્થિક પરિસ્થિતી મજબુત બની રહી છે. તેની આ શરૂઆત છે. એમ મનાઈ રહ્યું છે.