Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeDelhiવિરોધ કાર્યક્ર્મ તો ખરો પરંતું રોજની કસરતના છોડાય...

વિરોધ કાર્યક્ર્મ તો ખરો પરંતું રોજની કસરતના છોડાય…

Published By : Patel Shital

  • ધરણાસ્થળ બની ગયું કસરતનું મેદાન…
  •  કુસ્તીબાજો રોડ પર જ કરવા લાગ્યા કસરત…

હાલ પહેલવાનો વિરોધ કાર્યક્રમના એક ભાગ રૂપે ધરણા કરી રહ્યા છે. પરંતુ આ ધરણાં કાર્યક્રમમાં પણ રૂટીન કસરત રોડ પર નિયમિત રીતે કરવામાં આવી રહીં છે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે છેલ્લા 4 દિવસથી રેસલરોએ મોરચો માંડ્યો છે. તેમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત લગભગ એક ડઝન રેસલર માત્ર જંતર-મંતર પર વિરોધ નથી કરી રહ્યા પરંતુ રાત્રે ત્યાં જ સૂઈ રહ્યા છે અને નિયમિત ક્રિયાઓ પણ કરી રહ્યા છે. આજે બુધવારે સવારે આ રેસલરોનો રોડ પર જ વોર્મ-અપ એટલે કે કસરત કરતા જણાયા હતા. આ રેસલરો બ્રજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાની અને ઉત્પીડનની તપાસ માટે રચાયેલી સમિતિના અહેવાલને જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. વિનેશ ફોગાટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર અડગ રહેશે. ત્યાં જ ખાશે, ત્યાં જ સૂશે અને ત્યાં જ કસરત કરશે. વિરોધ કરી રહેલા એક રેસલરે કહ્યું હતું કે તે પોતાની પ્રેક્ટિસ પણ અહીંથી શરૂ કરશે.

નોંધવું રહ્યું કે જાતિય સતામણી કેસમાં બ્રજભૂષણ સામે FIR નોંધવાની માગણી કરતા રેસલરો દ્વારા સુપ્રિમ કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજી પર કોર્ટે દિલ્હી પોલીસ પાસે જવાબ માંગ્યો છે. શુક્રવારે આ મામલે સુનાવણી થશે. બીજી તરફ બ્રજભૂષણે મૌન ધારણ કરી રાખ્યું છે. જો કે તેમણે કહ્યું કે જો મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો છે તો કોર્ટ જ નિર્ણય કરશે. બીજી તરફ પંચાયતો પણ રેસલરોને સમર્થન આપવા જંતર-મંતર પહોંચવા લાગી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!