Published by : Anu Shukla
સમગ્ર ભારતના નગરોમાં ટ્રાફિક જામની સમસ્યા દિવસે દિવસે વધુને વધુ વિકટ બનતી જાય છે. ત્યારે એક રિપોર્ટ મુજબ વિશ્વમા સૌથી વધુ જટીલ ટ્રાફિકજામની સમસ્યા ધરાવતુ બીજા નંબરનું નગર ભારતમા છે અને તે નગર છે બેંગલુરુ….
વિશ્વમા ટ્રાફિકજામની સમસ્યામા લંડન પછી બીજાક્રમે ભારતનું બેંગલુરુ છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુને લંડન પછી વિશ્વના બીજા સૌથી વધુ ગીચ શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ આંકડાઓ ડચ લોકેશન ટેક્નોલોજી નિષ્ણાત ટોમટોમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. વર્ષ 2022 દરમિયાન બેંગલુરુના લોકોએ 10 કિમીનું અંતર કાપવામાં 29 મિનિટ અને 10 સેકન્ડનો સમય લીધો હતો. 2022માં બેંગલુરુમાં મુસાફરી માટેનો સૌથી વ્યસ્ત ટ્રાફિક દિવસ 15 ઓક્ટોબર હતો, જ્યારે શહેરની અંદર 10 કિમીની મુસાફરી કરવાનો સરેરાશ સમય વધીને 33 મિનિટ અને 50 સેકન્ડ થયો હતો, જે લંડનની સરેરાશ કરતાં લગભગ બમણો હતો જૉકે સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરોમાં લંડન પ્રથમ ક્રમે છે. લંડનમાં 10 કિલોમીટરનું અંતર કાપવામાં તેને 36 મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગ્યો હતો. ભીડભાડવાળા શહેરોની યાદીમાં આયર્લેન્ડનું ડબલિન ત્રીજા ક્રમે છે, જ્યારે ભારતની રાજધાની દિલ્હી 32માં અને મુંબઈ 47મા ક્રમે છે.