Published By : Patel Shital
- વિકસિત દેશ એવા અમેરિકામાં બેંકિંગ કટોકટી સર્જાઈ…
- અબજ ડોલરનું જંગી ધોવાણ થતા સિલિકોન વેલી બેંકને તાળા વાગી ગયા હતા…
એક સમય એવો હતો કે જ્યારે અમેરિકા વિશ્વની આર્થિક મહાસત્તા ગણાતી હતી પરંતું હવે પરિસ્થિતિ બદલાઈ છે. અમેરિકામાં નવી બેંકિંગ કટોકટી શરૂ થઈ છે. સિલિકોન વેલી બેંકને નિયમનકાર દ્વારા બંધ કરવામાં આવી છે. આ બેંક અમેરિકાની ટોચની 16 બેંકોમાં સામેલ છે. સિલિકોન વેલી બેંક ફાયનાન્સીયલ ગૃપની કટોકટીએ વિશ્વભરના શેરબજારોમાં હલચલ મચાવી દીધી હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં નાણાંકીય કટોકટી શરૂ થયા બાદ હવે સિલિકોન વેલી બેંક પણ મુશ્કેલીમાં છે. થાપણદારોના નાણાંને સુરક્ષિત રાખવા માટે સ્ટેટ બેંકિંગ રેગ્યુલેટરે ડૂબી ગયેલી સિલિકોન વેલી બેંક ને તાત્કાલિક બંધ કરી દીધી છે. ટેક સ્ટાર્ટઅપ્સને લોન આપવા માટે પ્રખ્યાત અને બેન્કિંગ સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. ફેડરલ ડિપોઝિટ ઇનસ્યોરન્સ કોર્પોરેશન FDIC એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તમામ સિલિકોન વેલી બેંકની ઓફિસો અને શાખાઓ 13 માર્ચના રોજ ખુલશે અને તમામ વીમા ધારક, રોકાણકારો સોમવારે સવારે તેમના ખાતામાં સંચાલન કરી શકશે. ગઈકાલે પ્રિ-માર્કેટ ટ્રેડમાં સિલિકોન વેલી બેંકના શેર 66 % ઘટ્યા હતા. સિલિકોન વેલી બેંકે નિયમનકારી કાર્યવાહીનો જવાબ આપ્યો નથી. PayTM, Naaptol, બ્લુસ્ટોનમાં રોકાણ કર્યુ છે.
સિલિકોન વેલી બેંકની વર્તમાન કટોકટીની ભારતીય સ્ટાર્ટઅપ પર અસર ન પડે તેમ કહી શકાય નહીં. સ્ટાર્ટઅપ્સ પરના ડેટાને એકત્ર કરતા ટ્રેક્સન ડેટા અનુસાર, સિલિકોન વેલી બેંકે ભારતમાં લગભગ 21 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. જો કે તેમાં કેટલી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે તેની માહિતી સ્પષ્ટ નથી. આમ સિલિકોન વેલી બેંકની અસર ભારતીય અર્થતંત્ર પર પણ પડે તેવી સંભાવના છે