Published by : Rana Kajal
ભારત દેશના ગૌરવ સમાન સંસ્કૃત ભાષાની લોકપ્રિયતા વિશ્વમા વધી રહી છે.દેશની સંસ્કૃત ભાષાને વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક માનવામાં આવે છે. તેને દેવભાષા પણ કહેવામાં આવે છે. મોટાભાગના હિન્દુ ધર્મગ્રંથો પણ સંસ્કૃત ભાષામાં રચાયા છે. એટલુજ નહિ પરંતુ ભારત દેશની ઓળખ ખગોળ અને ગણિત તેમજ યોગ અને નાટ્ય તેમજ નૃત્ય માટે જાણીતો છે આ તમામ શાસ્ત્રોનુ સાહિત્ય સંસ્કૃત ભાષા હોવાથી વિશ્ર્વના લોકો પણ સંસ્કૃત ભાષાથી પ્રભાવીત થયા છે.સંસ્કૃત ભાષાનો પ્રભાવ એવો છે કે જ્યારે પણ સંસ્કૃત ભાષામાં શ્લોકનુ ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ચોક્કસ વાયબ્રેશન થતા હોય શારીરિક અને માનસિક પ્રભાવ વધે છે