અમદાવાદ
દિવાળી પહેલા 2 ટ્રેન સંપૂર્ણ અને 8 ટ્રેન આંશિક રીતે રદ કરવામા આવી છે જેની વિગત જોતા , જામનગર-વડોદરા અને વડોદરા- જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. 18 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ્દ કરાઈ છે આ ટ્રેન રદ્દ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડશે. જયારે અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી પણ રદ્દ કરવામાં આવી છે. હાપા-સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ડબલ ટ્રેકની કામગીરીને પગલે ટ્રેન રદ્દ કરવામાં આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે