આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની વૉર્મ-અપ મેચો શરૂ થઇ ગઇ છે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વૉર્મ-અપ મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર છેલ્લી ઓવરમાં 6 રનથી જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી બેસ્ટ સ્કૉર કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રન બનાવ્યા હતા , જ્યારે કાંગારુ કેપ્ટન ફિન્ચે બેટિંગ કરતાં 76 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી.
ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 186 રન બનાવ્યા હતા, જેમાં કેએલ રાહુલ અને સૂર્યાએ શાનદાર ફિફ્ટી લગાવી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમે શાનદાર બેટિંગ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, કેપ્ટન ફિન્ચે 76 રન બનાવ્યાં હતાં, જોકે ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત લગભગ નક્કી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં બાજી પલટાઇ ગઇ અને ટીમ ઇન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ટીમે 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા.