કેરળ
આશરે 70 વર્ષથી પ્રસાદ ખાઈને જીવતા મગરનું નિધન થયું હતુ. આ મગર મંદિરમા નિવાસ કરતો હતો. મગર સાથે મંદીરના સાધુસંતોને એટલી લાગણી હતી કે શાકાહારી મગરના નિધનથી હિબકે ચડ્યા હતા.
શાકાહારી મગર 70 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ રૂપે હતો. મંદીરમાં આવતા ભક્તોને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો. શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય બની ગયો હતો. તેથી જ મોટી સંખ્યામાં ભક્તો એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. શાકાહારી મગર તરીકે પ્રખ્યાત બાબિયા હવે નથી રહ્યો. કેરળના ‘શાકાહારી’ મગર બાબિયાનું સોમવારે કાસરગોડના શ્રી આનંદપદ્મનાભ સ્વામી મંદિરમાં મૃત્યુ થયું હતું. તે મંદિરના તળાવમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મગર 70 વર્ષથી મંદિરમાં આવતા ભક્તો માટે મુખ્ય આકર્ષણ હતું. મંદીરમાં આવતા ભક્તો સમક્ષ તેમને આશીર્વાદ આપવા અને પ્રસાદ ખાવા માટે આ મગર બહાર આવતો હતો. મંદિરના પૂજારીઓ અનુસાર આ મગર પોતાનો મોટાભાગનો સમય ગુફાની અંદર વિતાવતો હતો.

આ મગર માટે એવું કહેવાય છે કે તેને આજ સુધી કોઈ અન્ય પ્રાણી કે મનુષ્યને નુકસાન પહોંચાડ્યું નથી. સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તે માત્ર ભાત અને પ્રસાદ ખાઈને જીવતો હતો. બાબિયા ઘણા વર્ષોથી ભક્તો માટે કુતૂહલનો વિષય રહ્યો હતો અને ભક્તો ત્યાં એ મગર પાસે ભોગ ચઢાવવા અને વ્રત માંગવા આવતા હતા. સવારે અને બપોરે પૂજા બાદ મગરને ભોજન કરાવવામાં આવતું હતું.