Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateશ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ અંગે તા 2જાન્યુઆરી થી મથુરામાં સરવે…

શ્રીકૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ અંગે તા 2જાન્યુઆરી થી મથુરામાં સરવે…

  • શ્રી કૃષ્ણ જન્મભુમી અને ઇદગાહ વચ્ચેના વિવાદ અંગે તા 2જાન્યુઆરીથી મથુરામાં મહત્વનો સર્વે કરવામાં આવશે…..

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ તથા શાહી ઈદગાહ વિવાદને 190 વર્ષ થઈ ગયાં છે. નવા વર્ષમાં આ મામલાનો ઉકેલ આવશે તેવી આશા છે કેમ કે જાન્યુઆરીમાં આ મામલે 4 સુનાવણી તા 2, 12, 20 અને 23 જાન્યુઆરીના રોજ થશે. પરિસરના અમીન સરવેનો રિપોર્ટ પણ 20 જાન્યુઆરીએ કોર્ટમાં સોંપાશે.આ વિવાદ અંગે હિન્દુ પક્ષની દલીલો જોતા શ્રીકૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાનની વહીવટી સમિતિના સભ્ય ગોપેશ્વર નાથ ચતુર્વેદી અને સંસ્થાના જનસંપર્ક અધિકારી વિજય બહાદુર સિંહ કહે છે કે આ મુદ્દે 1832થી 1968 વચ્ચે 9 કેસ કોર્ટમાં ચાલ્યા. તમામમાં હિન્દુ પક્ષ જીત્યો. અહીં મંદિરથી મસ્જિદ તરફના દરવાજા તથા હિન્દુ પ્રતીક ચિહનો પણ આવેલાં છે.

જ્યારે મુસ્લિમ પક્ષનો તર્ક એ છે કે શાહી મસ્જિદ ઈદગાહ કમિટીના સચિવ અને વકીલ તનવીર અહેમદ કહે છે કે 2 જાન્યુઆરીએ કોર્ટ જેવી જ ખૂલશે અમે અમીન સરવે વિરુદ્ધ સ્ટે ઓર્ડર લઈશું. ઈદગાહમાં કોઈ હિન્દુ પ્રતીક ચિહન નથી.જ્યારે કમિટી અધ્યક્ષે કહ્યુંકે વાતચીતથી ઉકેલ શક્ય છે.શાહી મસ્જિદ ઇદગાહ સમિતિના 30 વર્ષથી અધ્યક્ષ ડૉ. ઝહીર હસન કહે છે કે ઇદગાહ અને મસ્જિદ 300 વર્ષ જૂનાં છે. અહીં સતત નમાજ પઢાય છે. વિવાદનો ઉકેલ વાતચીતથી થાય તો કોર્ટ બહાર સમજૂતી થઇ શકે.જોકે, શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટની સ્વેચ્છાથી જમીન છોડવાની માંગ મુદ્દે મુસ્લિમ સમાજની નારાજગી અને યુવાનોમાં આક્રોશને લગતો ડર પણ વ્યક્ત કરી રહ્યા છે.મથુરા-વૃંદાવનના આશરે 50 હજાર કારીગરમાંથી 70% મુસ્લિમ છે. તેઓ કૃષ્ણના પોષાક, મુકુટ, વાંસળી અને શૃંગારના કામ સાથે સંકળાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security