Published by : Rana Kajal
- સરકારે 70,000 કરોડના શસ્ત્રો ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી….
આવનારા દિવસોમાં ભારતના સરંક્ષણ દળોની તાકાતમાં વધારો થશે તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સંરક્ષણ દળો માટે વિવિધ શસ્ત્ર પ્રણાલીઓની પ્રાપ્તિ માટે રૂ. 70,000 કરોડથી વધુના પ્રસ્તાવોને મંજૂરી આપી…રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં રક્ષા અધિગ્રહણ પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આ દરખાસ્તોમાં ભારતીય નૌકાદળ માટે 60 મેડ ઈન ઈન્ડિયા યુટિલિટી હેલિકોપ્ટર મરીન અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ, ભારતીય સેના માટે 307 ATAGS હોવિત્ઝર્સ, ભારતીય કોસ્ટ ગાર્ડ માટે 9 ALH ધ્રુવ હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તોને મંજૂરીનો સમાવેશ થાય છે. , આ ઓફર્સમાં HAL દ્વારા ઉત્પાદિત 60 UH મરીન હેલિકોપ્ટર ખરીદવા માટે ભારતીય નૌકાદળ માટે રૂ. 32,000 કરોડનો મેગા ઓર્ડર પણ સામેલ છે..