- કોંગ્રેસી નેતાએ કહ્યું- ફ્લોમાં બોલાઈ ગયું
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટૈરિયા વડાપ્રધાન મોદીની હત્યા કરવાની વાત કરી રહ્યા છે. તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રાજા પટેરિયા અમુક કાર્યકર્તાઓને સંબોધન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, મોદી ચૂંટણીને ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે ભાગલા પાડી દેશે. પછાત, આદિવાસીઓ અને અલ્પસંખ્યકોનું જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હોય તો મોદીની હત્યા માટે તૈયાર રહો.
જો કે વીડિયો વાયરલ થતા જ તેમણે યુ-ટર્ન લઈ લીધો છે. તેમણે મીડિયા રિપોર્ટમાં કહ્યું છે, તેમનો કહેવાનો અર્થ હતો કે, આવતી ચૂંટણી હવે મોદીને હરાવો. આટલું તેમણે એવું પણ કહ્યું છે કે, વાતચીતના ફ્લોમાં તેમનાથી આવું બોલાઈ ગયું છે. બીજેપી નેતાઓએ આ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે.
કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાના નિવેદન વિશે ગૃહ મંત્રી નરોત્તમ મિક્ષાએ કહ્યું કે, પટેરિયાનું નિવેદન મેં સાંભળ્યું, તેનાથી સ્પષ્ટ થાય છે કે, આ હવે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી રહી. તેમણે કહ્યું કે, મેં એસપીને આ મુદ્દે તાત્કાલિક FIR કરવાનો આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે, ઈટલીની કોંગ્રેસ છે અને ઈટલીની માનસિકતા મુસોલિનીની છે.