Published by : Rana Kajal
સમગ્ર વિશ્વ અને સાથે ગુજરાત રાજયમાં પણ કલાઈમેંટ ચેન્જની અસરો જણાઈ રહી છે . ત્યારે સોમનાથ પાસેના ના દરિયામા આ બાબતે ખૂબ મહત્વસંશોધન ચાલી રહ્યું છે.સંશોધન અંગે વિસ્તૃત માહીતી જોતા સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વિશ્વના વૈજ્ઞાનિકોની નજરમાં આવી ચુક્યો છે એવી સ્થિતિમાં ક્લાયમેટ ચેન્જની આ વિસ્તારની દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર તપાસવા માટે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓની ટીમ આવી પહોંચી છે. આ માટે યુરોપીય સંઘના ક્લામેટ ચેન્જ વિભાગના સલાહકાર ડો યોને કોટા સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવ્યા છે. તેથી આવનારા દિવસોમા ખૂબ મહત્વની બાબતો જાણવા મળે તેવી સંભાવના જણાઈ રહી છે