Published By:-Bhavika Sasiya
- 2027માં ધોલેરામાં સેમી કન્ડક્ટરનું ઉત્પાદન શરૂ થશે…
આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિકસ ક્ષેત્રમાં ગુજરાતમા 30 અબજ ડોલરના રોકાણનુ લક્ષ્યાંક છે તેના અનુસંધાને ગુજરાત સરકારે ધોલેરાને સેમિકન્ડક્ટર અને ઇલેટ્રોનિક્સ હબ બનાવવા તમામ પગલા લીધા છે. તેમ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન જી.એસ.ઇ.એમ ના મિશન ડાયરેકટર વિદેહ ખરેએ જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાતે સેમિકન્ડકટર – ઇલેક્ટ્રોનિક્સ પોલિસી બહાર પાડી છે. જેના પગલે દેશ અને વિદેશ માથી જંગી મૂડી રોકાણ આવી રહ્યુ છે. તેમજ બહાર પાડવામાં આવેલી નીતિના અનુસંધાને 100 ઉપરાંત કંપનીઓ ને સબસિડી આપવામા આવી છે..
નજીકનાં સમયમા ધોલેરામાં વેદાંતા – ફોકસકોનનો રૂ 1.54 લાખ કરોડનો જંગી પ્રોજેક્ટ ધોલેરામાં આવી રહયો છે. જેના અનુસંધાને ધોલેરામાં આંતર રાષ્ટ્રીય એરપોર્ટ, લોજિસ્ટીક સુવિધા તેમજ અન્ય માળખાગત સુવિધા જેવીકે રસ્તા, પાણી અને વીજળી જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.