Published by : Rana Kajal
બિલ્ડર્સ એસોસિએશન દ્વારા નવા જંત્રીના દર મામલે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં સરકારે જંત્રીમાં વધારાને લઇ મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે બમણી કરેલી જંત્રીનો દર 15 એપ્રિલથી અમલમાં મુકવામાં આવશે. હાલ પૂરતો આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ બિલ્ડર્સ એસોસિએશન સાથે નવા જંત્રી દર મામલે ચર્ચા કરી હતી, જેમાં તેમણે આશ્વાસન આપ્યું હતું કે, આ મામલે સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. પરંતુ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જંત્રીના દરનું નોટિફિકેશન આવ્યા પહેલા તમામ ડોક્યુમેન્ટ જુના દર પ્રમાણે રહેશે અને ત્યારબાદ સ્ટેમ્પ કરવામાં આવ્યા હશે તે નવા દર પ્રમાણે રહેશે. 4 ફેબ્રુઆરી પહેલા જે લોકો સ્ટેમ્પ પેપર જમા કરાવ્યા હશે તેમને જુના દર પ્રમાણે જંત્રી કરવાનું રહેશે અને 4 તારીખ બાદ સ્ટેમ્પ દસ્તાવેજો મુક્યાં હશે તો નવા જંત્રી પ્રમાણે દર ચૂકવાનો રહેશે. ત્યારબાદ સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ સાથે બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ મુલાકાત કરી હતી.