Published by : Vanshika Gor
ટ્રાફીક જામ ની જટીલ સમસ્યા સર્જાઈ અનેક ભક્તોની તબીયત લથડી ભગવાન શિવ નો પર્વ મહશિવ રાત્રી નો પર્વ આવતાજ રુદ્રાક્ષ નુ મહત્વ અને માંગ વધી જાય છે. હજારોની સંખ્યામાં ભક્તો રુદ્રાક્ષ મેળવવા ઉમટી પડતા ટ્રાફીક જામ ની સમસ્યા સર્જાતા ચમત્કારી રુદ્રાક્ષ માટે કલાકો ટ્રાફીકમાં અટવાઈ ગયેલા ભક્તોની તબીયત લથડી હતી.’ચમત્કારી’ રૂદ્રાક્ષ લેવા લોકો ઉમટી પડતા ભોપાલ-ઈન્દોર હાઈવે જામ થઈ ગયો હતો.રૂદ્રાક્ષ ઉત્સવ માટે બનાવેલા મોટા પંડાલો પણ ભક્તોથી ઉમટી પડ્યા હતા.ભીડ એટલી હતી કે જિલ્લા વહીવટીતંત્રને મેનેજ કરવામાં મુશ્કેલી પડી રહી છે મધ્યપ્રદેશના કુબેરેશ્વર ધામ, સિહોરમાં કથાકાર પ્રદીપ મિશ્રા પાસેથી ‘ચમત્કારિક’ રુદ્રાક્ષ લેવા માટે એટલા બધા લોકો ઉમટી પડ્યા કે ભોપાલ-ઈન્દોર હાઈવે જામ થઈ ગયો છે.
કોઈ નાનો-મોટો જામ નથી પરંતું 5 કિમી સુધી લોકો લાઈનોમાં ઉભા છે. ટ્રેનની બોગીઓ પણ ભરાઈ ગઈ હતી. રૂદ્રાક્ષ ઉત્સવ માટે બનાવેલા મોટા પંડાલો પણ ભક્તોથી ભરાઈ ગયા હતા.લોકો રૂદ્રાક્ષ માટે 9 કલાક સુધી લાઈનમાં ઉભા રહેતા બીમાર પડયા હતા બેરીકેટ્સ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સેંકડો લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.
રૂદ્રાક્ષ એક ફળ છે, જે ઝાડમાંથી મળે છે. જે બ્લેક-બ્રાઉન રંગનું દેખાય છે. જ્યાં સુધી તેને છોલવામાં ન આવે ત્યાં સુધી કોઈ કહી શકે નહીં કે તે રુદ્રાક્ષ છે. , તેની છાલ બેરી જેવી છે. તેને છરી વડે કાપીને તેની છાલ કાઢી નાખ્યા પછી રૂદ્રાક્ષ મળી આવે છે. બાકીની છાલ તેને સાફ કરવા માટે ઘસવામાં આવે છે. એકમુખી રૂદ્રાક્ષ ભાગ્યે જ જોવા મળે છે. તેને વેચનારાઓનું કહેવું છે કે તે નેપાળમાં વધુ જોવા મળે છે.જ્યારે રૂદ્રાક્ષના ફળની છાલ ઉતારવામાં આવે છે ત્યારે તે પાંચ, છ, ચાર કે કેટલા મુખી રૂદ્રાક્ષ છે તે ખબર પડતી નથી. નેપાળમાં રૂદ્રાક્ષના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.




