ગુજરાતમાં એક જ દિવસમાં ભરૂચના પાનોલી અને વડોદરાના સાવલીની ફેક્ટરીઓમાં ગુજરાત ATSએ રેડ કરીને મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.
વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. જેના પગલે ગુજરાત ATS આજે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે.
ગુજરાત એટીએસના જણાવ્યા પ્રમાણે, સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના બે વેપારીઓ અહીં વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે. જે બાદ તપાસ કરીને બંને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, ફેક્ટરીમાં દરોડા પાડીને કુલ 225 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે,જેનિ કિંમત 1125.265 કરોડ છે. આ સિવાય 14 લાખ રોકડ પણ કબ્જે કરીને કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ કેસમાં સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યુ કે, વડોદરાનો સાગરિત પિયુષ પટેલ સાવલી તાલુકાનાં એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઇ રહી છે અને ત્યાં મશીનો પણ મુકવામાં આવ્યા છે. આજ ફેક્ટરીમાં એમડી ડ્રગ્સનો જથ્થો સંતાળ્યો હતો. તેમજ આ ડ્રગ્સને પ્રોસેસ કરીને દિનેશ આલાભાઇ ધ્રુવ ઇબ્રાહિમ હુસેન અને તેના દિકરા બાબા ઇબ્રાહિમ અને અન્ય એક માણસને આપ્યો હતો.