Published by : Rana Kajal
મુંબઈ
કાસેઝમાં 10.5 કરોડની 44 લાખ સ્ટીક વિદેશી સિગારેટ સીઝ કરવામાં આવી હતી. જે અંગે વિગતે જોતાં દુબઈથી મુન્દ્રા પોર્ટ અને ત્યાંથી કાસેઝના યુનિટમાં આવેલું કન્ટેનર જપ્ત કરાયું હતું ત્યારે જથ્થાની કિંમત માત્રરૂ 59 લાખ જાહેર કરાઈ હતી.
કાસેઝના અધિકારીઓએ તા 28/10ના એક મોટી દાણચોરીના પ્રયાસને ઝડપી પાડ્યો હતો. ઝોનમાં આવેલા યુનિટ મેસર્સ લા સ્પિરિટ પાસેથી રૂ. 10.5 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટ ભરેલું 20 ફૂટનુ કન્ટેનર જપ્ત કરાયું હતું. આ પ્રકરણમાં સ્થાનિક મોટા માથાઓની સંડોવણી પણ ખુલી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. જે અંગે વિગતે જોતાં કાસેઝના પીએંડઆઈ વિભાગના અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી કે દાણચોરી કરનાર સિન્ડિકેટ સેઝના રૂટ દ્વારા ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ગુપ્ત માહિતીના આધારે, સેઝ યુનિટની તપાસ કરતા ત્યાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટના 219 કાર્ટન રિકવર કરવામાં આવ્યા હતા. સર્ચ પ્રક્રિયામાં એવું જાણવા મળ્યું કે એક બ્રાન્ડની કુલ 43,80,000 સિગારેટ સ્ટીક્સ અન્ય બ્રાન્ડના વર્ણનવાળા કાર્ટનમાં છુપાવેલી છે. આવી દરેક સિગારેટ 84એમએમ લંબાઈની હોવાનું જાણવા મળે છે.
કાસેઝ કસ્ટમ્સ સમક્ષ દાખલ કરાયેલા આયાત દસ્તાવેજો મુજબ માલનું જાહેર કરેલ મૂલ્ય અમેરીકન ડોલરમાં 71175 છે, જેની આકારણી યોગ્ય કિંમત રૂ. 58,68,378 જાહેર કરીને સેઝ યુનિટે કાસેઝ કસ્ટમ્સ સમક્ષ કોમર્શિયલ ઇનવોઇસ સબમિટ કર્યું હતુ. પરંતુ ખરેખર તપાસ કરતા અમેરીકન બ્રાંડ “555 સ્ટેટ એક્સપ્રેસ ઓરિજિનલ” સિગારેટની અંદાજિત કિંમત રૂ. 24 પ્રતિ સ્ટીક થાય છે.
તેથી, માલની કુલ કિંમત 10,51,20,000 થાય છે. કિંમત, બ્રાન્ડ, પેકેજિંગ અને અન્ય વિગતો, છુપાવવા વગેરેના સંદર્ભમાં માલ ખોટી રીતે જાહેર કરવામાં આવ્યો હોય તેવું લાગતું હોવાથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ વ્યાજબી માન્યતા હેઠળ જપ્તી માટે જવાબદાર છે અને તેથી સિગારેટ સ્ટીક્સની જણાવેલ સંખ્યા એટલે કે 43,80,000 જેની કિંમત રૂ. 10,51,20,000/- થાય છે…