Published by : Rana Kajal
- 56 ખેલાડીઓ 4 ટીમોમાં વિભાજિત, 20 નવેમ્બરથી ક્રિકટનો જંગ જામશે…
અખિલ ભારતીય પસંદગી સમિતિએ સિનિયર મહિલાઓ વચ્ચે રમાનારી T20 ચેલેન્જર ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ માટે 4 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જે વચ્ચે 20 નવેમ્બરથી જોરદાર જંગ ખેલાશે. આ ટીમ ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D હશે. ટુર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ચાર ટીમોમાં કુલ 56 ખેલાડીઓને વહેંચવામાં આવ્યા છે. આ મેચ મહિલા ક્રિકેટરો વચ્ચે રમાનારી છે ઈન્ડિયા Aની કેપ્ટનશીપ પુનમ યાદવને આપવામાં આવી છે. બી ટીમની કેપ્ટનશીપ દીપ્તિ શર્મા છે. C ટીમની કેપ્ટનશીપમાં પુજા વસ્ત્રાકાર હશે. જ્યારે ઈન્ડિયા Dની બાગડોર સ્નેહા રાણા સંભાળતી જોવા મળશે.
ટૂર્નામેન્ટની દરેક ટીમમાં 14-14 ખેલાડી સામેલ કરવામાં આવ્યા છે. આ ટૂર્નામેન્ટની જંગ 20 નવેમ્બરથી શરુ થશે. 20 નવેમ્બરના રોજ 2 મેચ રમાશે. પ્રથમ મેચ ઈન્ડિયા એની ટક્કર ઈન્ડિયા સી સામે થશે. એટલે કે, પૂનમ યાદવની ટીમની ટક્કર પુજા વસ્ત્રાકરની ટીમ સાથે થશે. તો બીજી મેચમાં ઈન્ડિય બીની ટીમ ઈન્ડિયા ડી ટીમ સામે પડકાર ફેકશે એટલે કે, દીપ્તિ શર્માની ટીમની ટક્કર સ્નેહા રાણાની કમાનવાળી ટીમ સામે થશે.