Published by : Rana Kajal
- ભાવ હવે દર મહીને બદલાશે.. ભરૂચ જિલ્લા સહીત રાજ્યમાં આનંદની લાગણી ….
દેશ અને રાજ્યમાં સીએનજી ગેસના ભાવ કિલોએ ઘટશે જેના પગલે ભરૂચ જિલ્લા સહિત રાજયના રિક્ષા ચાલકો અને વાહન માલિકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે… કેન્દ્ર સરકારે જાહેર કરેલ નવી પ્રાઇસિંગ ફોર્મ્યુલા અનુસાર તા 8 એપ્રિલ એટલે કે આજથી તેના ભાવના અમલની શરુઆત થઇ છે. જેથી સીએનજી ગેસના ભાવમા નોધપાત્ર ઘટાડો થયો છે…વધુમાં હાલમાં લાગુ કરવામાં આવેલ નીતિ મુજબ હવે પછીથી વર્ષમાં બે વખતના બદલે દર મહિને સીએનજી ભાવમા સુધારો કરવામાં આવશે તેથી કરીને હવે દર મહિને ભાવમા ફેરફાર થાય તેવી સંભાવના છે. ભારતના જુદા જુદા શહેરોમાં સીએનજી ગેસના ભાવ જુદા જુદા છે ત્યારે આ કિંમત અંગેની નવી નીતિ લાગુ થયાં બાદ ભાવોમાં વધ ઘટ પણ દરેક શહેરોમાં જુદો જુદો રહેશે જોકે સરકારની નજર ભાવ ઘટાડાનો લાભ છેવટ સુધી પહોંચે છે કે નહીં તેની પર રહેશે. અલબત્ત પાઇપ્પડ ગેસ પર પણ આજથીજ નવી કિંમત નિર્ધારણ નીતિ નો અમલ શરૂ થયેલ છે જેથી ગૃહિણીઓમા પણ આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે. અલબત્ત રાધણ ગેસની કિંમતમાં કેટલો ઘટાડો થયો તે હજી જાણી શકાયું નથી