Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentસુપરસ્ટાર રજનીકાંતની 170મી ફિલ્મની જાહેરાત, જય ભીમ ફેમ ટીજે જ્ઞાનવેલ ફિલ્મનું નિર્દેશન...

સુપરસ્ટાર રજનીકાંતની 170મી ફિલ્મની જાહેરાત, જય ભીમ ફેમ ટીજે જ્ઞાનવેલ ફિલ્મનું નિર્દેશન કરશે…

Published by : Vanshika Gor

ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંત હાલ પોતાની ફિલ્મ ‘જેલર‘ને લઇને ચર્ચામાં છે. હવે તેના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે લાઇકા પ્રોડક્શનના ચેરમેન સુભાસ્કરનના જન્મદિવસના ખાસ અવસર પર રજનીકાંતની 170મી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

આજે લાઇકા પ્રોડક્શનના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન જય ભીમ ફેમ ડાયરેક્ટર ટીજે જ્ઞાનવેલ કરશે. આ ફિલ્મના સંગીતની જવાબદારી અનિરુદ્ધ રવિચંદર સોંપવામાં આવી છે. હાલ ફિલ્મના ટાઈટલ વિશે કોઈ માહિતી સામે આવી નથી. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ 2024 સુધીમાં રિલીઝ થઇ શકે છે.

લાઇકા પ્રોડક્શનના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘અમે સુપરસ્ટાર રજનીકાંત સાથેની અમારી આગામી ફિલ્મની જાહેરાત કરતાં અત્યંત ખુશી અનુભવી રહ્યા છીએ. અમને ખાતરી છે કે આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળશે. સુપરસ્ટારની આગામી ફિલ્મની જાહેરાતથી ચાહકોની ખુશીનો કોઈ પાર નથી.

રજનીકાંત હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘જેલર’ને લઇને વ્યસ્ત છે. આ તેની 169મી ફિલ્મ છે. નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘જેલર’નું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જેલની અંદર કરવામાં આવ્યું છે.

ફિલ્મ ‘જેલર’માં રજનીકાંત એક જેલર મુથુવેલ પાંડિયનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીકાંત સિવાય જેકી શ્રોફ, અભિનેત્રી તમન્ના ભાટિયા, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અને કન્નડ સુપરસ્ટાર શિવ રાજકુમાર પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં રામ્યા કૃષ્ણન, વસંત રવિ, યોગી બાબુ, વિનાયકન પણ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળશે. તમિલ ભાષામાં બની રહેલી આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security